*શબ્દ:ઠીક છે*
તમારે કેમનું અમારે તો
બધું ઠીક છે,
આ તો પુછ્યું એટલે કીધું બાકી
એ ય ને લીલા લહેર છે..!
ધમાકેદાર, ઝટાકેદાર ઓફરોની ભરમાર,
આપણે તો જિંદગી બાકી પ્રભુની મહેર છે...!
લોકોનાં તો ચાવવા ને દેખાડવાના છે જુદા,
અહીં તો પોપટ તરસ્યો ય નથી પોપટ ભૂખ્યો ય નથી ,પોપટ આંબાની ડાળ બેસી
મજા કરે...!
તમારી ભરોસાની ભેંસ તો પાડો જણે,
અમારે તો એ ય ને ભેંસ ને પાડો બે ય
લીલા ઘાસ ચરે...!
તમાચો મારીને રાખે લાલ ગાલ,
વાળની 'વીગ' પાછળ
છૂપાવે તાલ,
પાછા પૂછીએ તો કે'
ઠીક છે ભાઈ...!
આ તો ભારે થઈ..!
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*