Gujarati Quote in Poem by Pooja Boghara

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઓય જાન સાંભળો ને હું શું કહું છું
તમારી બહુ યાદ આવે છે

ઓય જાન સાંભળો ને હું શું કહું છું
હું તમારી સાથે જગડું તો છું પણ તમારી વગર પણ નથી ચાલતું

ઓય જાન સાંભળો ને હું શું કહું છું
તમે મને ગુસ્સો કરો એ મને નથી ગમતું પણ હા એ ખબર છે કે તમે મારા માટે કહો છો

ઓય જાન સાંભળો ને હું શું કહું છું
સાચું કહું ને તો હું જ્યારે મમ્મી ને ત્યાં રોકવા જવ ને ત્યારે તમારી વગર પણ નથી ગમતું

ઓય જાન સાંભળો ને હું શું કહું છું
મને ખબર છે હું તમારો વાંક ના હોવા છતાં  પણ તમારી પર ગુસ્સો કરું છું પણ એ ગુસ્સા પાછળ પણ મારો પ્રેમ છે એ કેમ સમજાવું

ઓય જાન સાંભળો ને હું શું કહું છું
મને એ પણ ખબર છે કે તમને પણ મારા વગર નથી ગમતું પણ તમે સામેથી કહેશો નહિ એ પણ ખબર છે

ઓય જાન સાંભળો ને હું શું કહું છું
પણ જાન કયારેક તો તમે પણ મારી જેમ કહો હું પણ તને પ્રેમ કરું છું

ઓય જાન સાંભળો ને હું શું કહું છું
મારે જ દર વખતે પ્રેમ જતાવાનો ક્યારેક તો તમે પણ મને તમારો પ્રેમ જાતવો

ઓય જાન સાંભળો ને હું શું કહું છું
તમે મને બધું વગર માંગ્યો આપો છો પણ શું તમે મને તમારો ટાઈમ વગર માંગ્યો ના આપી શકો શું

ઓય જાન સાંભળો ને હું શું કહું છું
તમે જ્યારે ફ્રી હોય ત્યારે મને તમારા ખોળામાં માથું રાખી ને સુવા દેશો શું

ઓય જાન સાંભળો ને હું શું કહું છું
મને આખી જીંદગી તમારી થઈ ને જ રહેવું છે શું તમે મને રહેવા દેશો

પૂજા ગૌરાંગ બોઘરા 💖
Miss you jaan 💖

Gujarati Poem by Pooja Boghara : 111689100
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now