બનીને આવે ભલે તું શૂન્ય
પણ પ્રેમથી હું તને અનંત બનાવી દઈશ..
તારી સાથે વિતાવેલી એક ક્ષણ બાદ
હવે તો હું તને મારી ક્ષણોમાં ઉમેરી દઈશ..
વાત આવશે જયારે તને સતાવવાની
લહેરાતી ઓઢણીમાં તારી હું પોતાનાને સંતાડી દઈશ..
ગમી ગ્યો છે સંગ તારો એવો મને
કે આજે તો તને મારા રંગમાં રંગી દઈશ..
તારા એ પ્રથમ સ્પર્શના અહેસાસને
આજીવન હૈયામાં મારા હું કેદ કરી દઈશ..
અંજલિ ✍️