કદર કરી લે મારી આજે
કાલે તને હું કામ આવીશ.
નીસ્વાર્થ તારા આ સંબંધ ને પણ
પૈસા થી હું તો જુક્લાવિસ.
તારા તને ના સમજે આજે
પૈસા થી જ તો બે ભૈયલા બાજે.
આજે તારા ને કાલે મારા
પૈસા ધોઈ નાખે કર્મો સારા.
કામ કરે છે સૌના કાળા
પછી પેરે છે સોનાની માળા.
મર્યા પછી તું મુરખ માણસ
મોઢું કોને તું બતલાવીશ.
કદર કરી લે મારી આજે
કાલે તને હું કામ આવીશ.
* દિપેન વાઘેલા*