આ મારી no. 1 દુશ્મન એવી મારી મોટી બહેનની છે.
હું સાતમા ધોરણમાં હતો ત્યારે મારા ઘરે નવું ટીવી લાવ્યા હતા. મને પહેલાંથી જ ટીવી જોવાનો ખૂબજ શોખ. એટલે દરરોજ સ્કૂલમાં ઘરે આવું એટલે તરત જ ટીવી ચાલુ કરીને કાર્ટુન જોવા માટે બેસી જતો. રવિવાર કે બીજી કોઈ રજા હોય તો એ આખો દિવસ ટીવી પર કાર્ટૂન જોવામાં જ પસાર થઈ જતો.
દરેક ચેનલ પર મારા અલગ અલગ મનપસંદ કાર્ટૂન ચાલતાં હોય. એટલે મારી બહેન હું ટીવીનું રિમોટ આપતો નહીં. એટલે દિવસમાં એકવાર રિમોટ માટે તેની સાથે લડાઈ થતી અને જો કોઈ દિવસ લડાઈ ના થાય મમ્મીને પણ નવાઈ લાગે.
હું આઠમા ધોરણમાં આવ્યો એટલે પપ્પા જ્યારે સેટઅપ બોક્સનું કાર્ડ પોતાની સાથે લઇ જતાં. જેથી હું ટીવી ના જોઈ શકું. અને જો કોઈવાર પપ્પા કાર્ડ જવાનું ભૂલી જાય બેન પપ્પાને કાર્ડ લઈ જવાનું યાદ કરાવે. એટલે પછી પપ્પા બહાર જાય એટલે તેની એકવાર ધુલાઈ કરી જ નાખું.
જ્યારે પણ પપ્પા સેટપબોક્સનું કાર્ડ લઈ જતાં ત્યારે હું ગુસ્સે થઈને કઈ પણ તોફાન કરતો. જેમ કે પાણી પીવા માટે ફ્રિજનો દરવાજો ખોલું તો દરવાજો જોરથી બંધ કરતો. મમ્મી કઈ કામ કરવાનું કહે તો બેનને એક તમાચો મારીને ઘરની બહાર ભાગી જતો.
આમ એકવાર બહેને પાણી પીવા માટે ફ્રીજનો દરવાજો ખોલ્યો તો ભુલથી તેણે ફ્રીજનું હેન્ડલ તોડી નાખ્યું. પણ કોઈએ તેને આમ કરતાં જોઈ નહીં. એટલે તેણે હેન્ડલ પાછું પહેલાંની જેમ ગોઠવી દીધું.
પછી જયારે મેં પાણી પીવા માટે ફ્રિજનો દરવાજો ખોલ્યો ત્યારે સીધું હેન્ડલ મારા હાથમાં આવી ગયું અને તે સમયે પપ્પા ઘરે હતાં એટલે તેણેપપ્પાને કહ્યુંકે અવિચલે ફ્રીજનું હેન્ડલ તોડી નાખ્યું. એટલે પછી પપ્પાએ મને પનીશમેન્ટ આપી.
પણ આજે આ વાત બાળપણની એક સુંદર યાદ બની ગઈ છે. અને હા dk ઉર્ફે વટાણી હું બીજી કોઈ વાત ભુલ્યો નથી. મારી ડાહી હિટલર જેવી બહેન.