પત્ની ના કહ્યા મુજબ કુકર નું ઢાંકણું બંધ કરી ને કુકર ગેસ ઉપર મૂક્યું.પછી ગેસ ચાલુ કર્યો.પત્ની એ કહ્યું હતું કે સિટી ગણજો અને ત્રણ વાગે એટલે બંધ કરજો.
મેં બપોરે 12 વાગે બરાબર તેમજ કર્યું,સિટી ગણવાનું ચાલુ કર્યું. એક ,બે,ત્રણ,ચાર,પાંચ,....એમ ગણ્યે જ રાખી,( ત્રણ વાગે એટલે કુકર બંધ કરવાનું પત્ની એ કહ્યું હતું ને..,પાછું એમ તો હું તેનો કહ્યાગરો કંથ ખરો ને..)
કુકર ની સિટી ઉડી ગઈ,ઢાંકણું પણ ઉડી ગયું,પાણી ઉછળ્યું,ચોખા પણ ઉછળી ને રસોડા ની ભીંત ઉપર ચોંટયા...પણ સાલું ત્રણ વાગ્યા નહિ.
બોલો, હવે આમાં મારો શું વાંક? ઘડિયાળ માં ત્રણ વાગવાની રાહ તો જોવાની કે નહિ???
🥱🥱🤪🤪🤣🤣