"પ્રકૃતિ"
ગામ - શહેરની જાકમ જોળ જોઈ,
જઈએ આજ "પ્રકૃતિ"ને ખોળે !
માનવ વિનાના માણસ જોઈ,
જઈએ આજ "પ્રકૃતિ"ને ખોળે !
માવતર વિનાની મા બઉ થઈ,
જઈએ આજ "પ્રકૃતિ"ને ખોળે !
બીજ નીજ કાજ મન ઘસાઈ થઈ,
લાડ લઈએ આજ "પ્રકૃતિ"ને ખોળે !
સંસારના તાપની લૂ બઉ થઈ,
પંપાળીએ હવે "પ્રકૃતિ"ને ખોળે !
નિયમોના બંધાણમાં બઉ જઈ,
સાચી મા મળે બસ "પ્રકૃતિ"ને ખોળે !
"જિજ્ઞાસુ" મધુરું "સ્મિત" ધરી,
બસ "ભક્તિ" કરે "પ્રકૃતિ"ને ખોળે !
- આચાર્ય જિજ્ઞાસુ ચૌહાણ