ઘડીક સંગ ને ઘડીક વિરહ
ઘડીક સુખ ને ઘડીક દુઃખ
શું છે જિંદગી...!
ચાર ઘડીનું મિલન ને પાંચની પ્રતિષ્ઠા
થોડા સમયની નિષ્ઠા ને વધારે પ્રતીક્ષા
શું છે જિંદગી...!
કોઈ દિન જીતનું જશ્ન ને કોઈ દિન હારનું માતમ
કોઈ દિન અપેક્ષા ને કોઈ દિન ઉપેક્ષા
શું છે જિંદગી...!
લખપતિ અરબો માગેછે ને અરબો સામ્રાજ્ય
ગરીબ અમીરી ઇચ્છે છે ને અમીર સુકુન
શું છે જિંદગી...!
બાળક યૌવન માગે છે ને યુવાન બાળપણ
વૃદ્ધ શૈયા માગે છે ને સાધુ મોક્ષ
શું છે જિંદગી...!
મૃત્યુ જ પરમ શાંતિ આપી શકે છે
માત્ર આ પળ જ આપી શકે છે જીગર જિંદગી
જીગર પટેલ