Gujarati Quote in Poem by DIPEN vaghela

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલ ને દોસ્ત...

ચાલ ને દોસ્ત મોજ કરી લઈએ,
ફરીથી નાનપણ ની ખોજ કરી લઈએ.

મોટા થયા પણ ખોટા થયા
આ અફસોસ દરરોજ કરી લઈએ.
ચાલ ને દોસ્ત...

તારી ને મારી યારી હતી,
ત્યાં જિંદગી બહુ પ્યારી હતી.
પૈસા ની મારામારી હતી,
પણ સમય ની સારાસારી હતી.

દુનિયાદારી માં એવા તે ફસાણા
સામે મડિયા તો પણ નો ઓળખાણા.
લુટાઈ ગયા એ નાનપણ ના ખજાના
ખબર નહિ હવે ક્યારે પાછા ભેગા થવાના

ચાલ ને દોસ્ત મોજ કરી લઈએ,
ફરીથી નાનપણ ની ખીજ કરી લઈએ.

*દિપેન વાઘેલા*

Gujarati Poem by DIPEN vaghela : 111687425
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now