નાની અમથી વાત કરું છું,
પ્રથમ શાયરી થી શરૂઆત કરું છું,
નથી આવડતું કંઈ લખતા મને
આ તો એમજ સમય બરબાદ કરું છું.
વિચારું છું, બની જાઉં હું સારો શાયર !
મહેનત હું દિવસ ને રાત કરું છું.
લખું તો લખાતું નથી મારા હાથે,
એકલો ઊભો છું નથી કોઈ સાથે.
ખબર છે ઘણા આવશે મને સંકટ,
કારણ આ દુનિયા જ છે આખી લંપટ.
કોને કહું કોણ મુજને ઉગારે,
અહીંયા તો તારા જ તુજને ડુબાડે.
* દિપેન વાઘેલા *