"હે પ્રભુ" સંજોગો વિકટ હોય ત્યારે
સુંદર રીતે કેમ જીવવુ એ મને શીખવ,
બધી બાબતો આવડી પડતી હોય ત્યારે
હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવા એ મને શીખવ,
પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે
શાંતિ કેમ રાખવી એ મને શીખવ,
કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે
ખંતથી તેમાં લાગ્યા કેમ રહેવું એ મને શીખવ,
કઠોર ટીકા અને નીદા વરસાદ વરસે ત્યારે
તેમાંથી મારા ખપનુ ગહણ કેમ કરી લેવું એ મને શીખવ
પ્રલોભનો, પ્રશંશા, ખુશામત ની વચ્ચે
તટસ્થ કેમ રહેવું એ મને શીખવ,
ચારેબાજુ થી મુશ્કેલીઓ ઘેરી વળે
શ્રધ્ધા ડગુમગુ થઈ જાય
નિરાશાની ગતૉમા મન ડૂબી ત્યારે
ધેયૅ અને શાંતિથી
તારી કૃપાની પ્રતિક્ષા કેમ કરવી તે મને શીખવ......