"સમય"
ટેકોલોજીની આ ઉત્તરોતર પ્રગતિ માં
બદલાયો છે સમય આજ નો
પરંતુ આવે છે મને વારંવાર એક જ ખ્યાલ
શું આ વરદાન છે કે અભિશાપ!
અખબારો ના એ સમય માં
પહોંચતી સચોટ માહિતી લોકો સુધી
ઈન્ટરનેટ ના આજનો આ સમય
ફેલાવે છે અફવા
ભોગવતાં હતા વડીલો આપણા, આયુષ્ય લાંબુ
ખાઈને ઘી-ગોળ એ સમય માં
ઘટી રહ્યું છે લોકો નું આયુષ્ય
ખાઈ ને પીઝા-બર્ગર,આજ ના સમય મા
વિચારીને આ બધું
સમજાઈ ગઈ મને આ વાત
જરૂરી છે સમય સાથે પરિવર્તન
પરંતુ,જરૂરી છે સાથે પરિવર્તન નો સદુપયોગ.
-$mìt $onì