અસ્તિત્વ મારુ કરે મને રોજ સવાલ,
હું કોણ છું.... ? પુછે હજાર વાર....
નારી છુ કે નર...? નાનો છુ કે મોટો....?
ન મળતા જવાબ તો હુ જીવ બાળતો ખોટો.....
હું ઈચ્છા છુ, ઝનુન છુ, હુ જ મારી જરૂરત છુ..?
ઉપકાર ન પરોપકાર, તો હું ખુદનુ જ અભિમાન છુ.?
હું સત્ય, હું જૂઠ, હું જ વાત નું વતેસર છુ....?
સ્વિકાર ન અસ્વીકાર, તો હું રાહ ભટકલો રાહી છુ..?
દેહ,દિલ,દિમગના ત્રિકોણે અથડાતો હું કોણ છુ..?
બ્રહ્મ સ્વરૂપે અંતરે પ્રકાશતો ઝળહળતો જીવ છુ..?
અસ્તિત્વના અઘરા સવાલ, કોણ દેશે એના જવાબ,
બે કર જોડી પ્રભુને કરગરે 'ઊર્જા ' મારી દિનરાત....
🙏જય શ્રીકૃષ્ણ 🙏
✍ડોલી મોદી 'ઊર્જા '
-Doli Modi..ઊર્જા