*માઈક્રોફિક્શન*
વેક્સિનેશન ની બહુ લાંબી લાઇન હતી, એ પોતે 3 કલાક થી લાઈન માં ભર તાપ માં ઊભો હતો,
એના નામની બૂમ પડી...
એ આગળ વધીને ખુરશી પર બેઠો , અચાનક એના મોબાઈલ માં રીંગ વાગી,
એ ખુરશી પરથી ઊભો થઈ ગયો, નર્સે એની સામું જોયું,
'' સિસ્ટર મારા મિત્ર ને બ્લડ ની જરૂર પડી છે...
વેક્સિન તો કાલે પણ લેવાશે.... '
'ઓકે, કાલે લાઇન માં ઉભા ના રહેતા,સીધા મારી પાસે આવી જજો '
''થેન્ક્સ સિસ્ટર ' કહી હસતાં મોઢે એ બ્લડ ડૉનેટ કરવા નીકળી ગયો...
.
.
.
જતીન ભટ્ટ (નિજ)