એપ્રિલફુલ બની ગયા..
મળવાનું કહીને ન મળે ત્યારે..
એપ્રિલફૂલ બની ગયા..
કામ કરવાનું કહીને ન કરે ત્યારે..
એપ્રિલફૂલ બની ગયા..
કહીએ અને ન સાંભળે ત્યારે.. એપ્રિલફૂલબની ગયા..
આપણા લાગતા હતા પણ ન્હોતા..
ત્યારે એપ્રિલફૂલ બની ગયા..
મેસેજ કરીએ અને જવાબ ન મળે ત્યારે..
એપ્રિલફૂલ બની ગયા..
ન્હોતા ઓળખતા અને ઓળખાઈ ગયા ત્યારે..
એપ્રિલફૂલ બની ગયા..
રોજ એને જોતા આજે એ જોઈ ગયા ત્યારે..
એપ્રિલફૂલ બની ગયા..
એકલા હસતા અરીસામાં જોયું ત્યારે એપ્રિલફૂલ બની ગયા..
હસાવતાં રહ્યા સૌને અને આજે આપણે જ એપ્રિલફૂલ બની ગયા..
અશોક ઉપાધ્યાય.
૦૧/૦૪/૨૧