"હું છું.. "
તું પડ તો ખરા! ઊભા કરવા હું છું.
તું સપના જો તો ખરા! પૂરા કરવા હું છું.
તું પ્રયત્ન તો કર તો ખરા! નિષ્ફળ થઈશ તો હું છું.
તું બોલ તો ખરા! સાંભળવા માટે હું છું.
તું ભૂલ કર તો ખરા! સુધારવા માટે હું છું.
તું ડગી જઈશ તો સંભાળવા માટે હું છું.
તું કઈ ભૂલી જઈશ તો યાદ અપાવવા હું છું.
તું તૂટીશ તો તને જોડવા માટે હું છું.
તું રડીશ તો તને હસાવવા માટે હું છું.
તું રસ્તો ભૂલી જઈશ તો રાહ ચીંધવા હું છું.
તું તારી જાતને વર્ણવી તો જો! સમજવા માટે હું છું.
બસ તું ફક્ત ચિંતા ના કર!કારણ કે તારી સાથે હું છું.
-DrPalak Chandarana