પપ્પા... પપ્પા... આ ફલાણી ન્યૂઝ ચેનલ / પોર્ટલ રોજેય લાઈવ થાય. અને રાત્રી કરફ્યુની વિગતવાર ચર્ચા કરે. અને અને તેઓ રોજેય અલગ - અલગ ચોક પર જાય. ત્યાનાં બધાં દ્રશ્યો બતાવે. સરબતની લારી ચલાવતો કિશોર બધું સાંભળી રહ્યો હતો, પણ એનું ધ્યાન તો બારીની બહાર "માતૃકૃપા સરબત સેન્ટર" લારી પર હતું.... ત્યાં દીકરો બોલ્યો - પપ્પા આ લોકો આપણી પાસે આવીને કરફ્યુ સારું કે નહીં. એની ચર્ચા કેમ નથી કરતાં!? રસોડામાંથી કિશોરની પત્ની બોલી - સાંભળોને નિરુના પપ્પા. તેલના ભાવ કેવાં
ગગડ્યા છે......મોંઘવારીએ તો મારી નાંખ્યા છે જીવતેજીવ.....
Spark
- યશ સોમૈયા ✍️
આવાઝ