*એક🙏સરસ🙏રચના*
*બળી જશે લાકડા ઠરી જશે રાખ...*
*તારી ખુમારી તારી પાસે રાખ...*
*જીવી લે જિંદગી મોજ મસ્તીની...*
*તારી અક્કડ તારી પાસે રાખ...*
*રોપી દે પ્રેમનું તરુ.હેતનું ખાતર એમાં નાંખ...*
*ઉગશે ફળ મધ ભરેલું...*
*વિશ્વાસના હોઠે એને ચાખ...*
*પૈસો કાંઈ બધું જ નથી...*
*માનવતાની બનાવ શાખ...*
*દરિયો બનશે કદી તોફાની...*
*ધીરજની નાવ તું હાંક...*
*ખુલ્લી આંખે તું દુનિયા જુવે...*
*ક્યારેક તો ભીતરે તું ઝાંખ...*
*હારની શરણે ના થા..*
*આપી છે તને હોંસલાની બે પાંખ...*
*શ્વાસ આપ્યા પણ જીવે નહિ*
*એમાં...*
*ઈશ્વરનો શું વાંક...!*
🍃🍃સુપ્રભાત🍃