મનને હૈયાનું દ્ભંદ્ભ યુધ્ધ છે સનમ તું ડરીશ નહીં,
મિલનને જુદાઈ ખુદાનું કરમ છે તું ડરીશ નહીં.
સાકી, શરાબી છું હૈયું ખોલી વલોપાત કરૂ છું,
જખ્મો તાજા ને બાકી છે જામ તું ડરીશ નહીં.
આપના દિલને મનમાં દ્વેષ ભર્યો પાપી લોકોએ,
ભરશે દિલમાં નફરતની ચલમ તું ડરીશ નહીં.
દુર કરે છે સિતમગઢ ના લોકો પ્રેમી યુગલોને,
તેઓમાં બાકી નથી રહી શરમ તું ડરીશ નહીં.
ખાતરી આપે છે "ઈશા" હરાવશે સૌ ગુનેગારોને,
લાવીશ હું પણ જોર મારી કલમ માં તું ડરીશ નહીં.
✒ ઈશા કંથારીયા "સરવાણી"