યાદ છે કંઈક એવું,
તુૃં લીમડો લઈ બેઠો'તો-મીઠો
અને હું લઈ બેઠી'તી મેથી-કડવી
તુંય બેંટતો'તો, હુંય બેંટતી'તી
ભેગી બેંટાતી જતી'તી બેયની
અજાણી એકલતા
એ પછી
ક્યારેય
બેંટવાનો કંટાળો નથી આવ્યો
કોઈ નથી હોતું જોડે
તોય
તારો એ મીઠો લીમડો
બેંટતો રહે છે
મારી કડવી એકલતાને...
--નિર્મોહી