આવ્યો છે ઉત્સવ મસ્તી ધમાલ નો!
નિર્દોષ ધમાલથી મને એ સ્મરણનો રંગ લાગ્યો.
મળ્યો છે એક બહાનો મિત્રોને મળવાનો!
એક અલગ હુંફથી મને એ મિત્રતાનો રંગ લાગ્યો.
કરી આનંદ ની તૈયારી પૂર્વેથી જ!
દોસ્તી સાથે મને એ ઉત્સાહનો રંગ લાગ્યો.
થતી ઈચ્છા રંગોને ખુદમાં સમાવી લેવાની!
આ રંગીન જિંદગીમાં મને એ રંગોનો રંગ લાગ્યો.
-BhAkTi SoNi