ગોરી. તારી આંખ કેમ ટપકે છે?
કારણ રંગનારો હાજરનથી
એથી ટપકે છે
ગોરી તારી પાયલકેમ મૂંગી છે?
રણકો સાભળનાર દૂર છે
એથી મૂંગી છે
ગોરી તારી દેહ કેમ દૂબળી છે
વિરહના તાપે સૂકવી છે
એટલે મારી. દેહ દૂબળીછે
ગોરી તારા શ્વાસ કેમ અટકે છે?
પિયુ દરશનની છે લગન
એટલે મારા શ્વાસ અટકે છે!