Gujarati Quote in Poem by Dr. Brijesh Mungra

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કંચન સમી ધરા પર થયો હર્ષનાદ, આવ્યો ભિન્ન રંગો લઈને અનેરો ધૂળેટી તહેવાર..... (૧)
કાયા થઈ ભીની ને હૈયું રંગાઈ ગયું, મતલબ મૂકી સધળો જાણે એકતવ સ્થપાઈ ગયું..... (૨)
નાનકડા ને પિચકારી, ને મોટેરાઓ નાં ગાલે ગુલાલ, હેત જાગે તિલક કરીને, થયાં સર્વ મહાલ..... (૩)
કેસુડાની આવે સુગંધ અનેરી, જાણે આવી અંતરમાં મીઠાશ, કૃષ્ણ સંગ રમે ગોપીઓ,ને રાધાને મન રંગીલો ઉજાસ..... (૪)
ઉચ-નીચ નાં ભેદ ભૂલી, મહેકી માનવતા કેરી મીઠાશ, સઘળી વેદના ભૂલી, સૌ ઉજવે રંગો કેરો તહેવાર..... (૫)
અબીલ ગુલાલ ને પિચકારીઓ, જાણે મેઘધનુષ્ય શાનદાર, ઉછળે ઉમળકાથી સંવેદનાઓ મારી, ઉજવે આજે ધૂળેટી તહેવાર.... (૬)

-Dr. Brijesh Mungra

Gujarati Poem by Dr. Brijesh Mungra : 111683947
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now