રંગ તૂટેલા સપનાનો,
રંગ જીવનના વિયોગનો,
રંગ દુઃખનો, રંગ દર્દનો,
રંગ વિરાન જીવનનો,
રંગ દિલના તૂટેલા અંગનો,
રંગ સુકાયેલ આંસુ નો,
રંગ ખોટા દિલાશનો,
રંગ નઠારી બધી આશાનો,
રંગ મેદની વચ્ચેની એકલતાનો,
રંગ ઉલ્કાપાત કરતી યાદોનો,
રંગ અકારણે થયેલ વિવાદોની,
રંગ અમુક ક્ષણની માયૂસીનો,
રંગ વિશ્વાસઘાતી સૂચિનો,
રંગ થીજી ગયેલ લાગણીનો,
રંગ ન કરેલ બધી માગણીનો,
રંગ નીરસ બનેલા શ્વાસનો,
રંગ એકલતામાં થયેલ વાસનો,
રંગ રક્તથી રચાયેલ કવિતાનો,
રંગ દર્દ બનીને વરેલ વનિતાનો....
આ બધા રંગને હવે મારે ધોવા છે,
ભૂતકળાના તમામ પન્ના ખોવા છે.
અલવિદા
મનોજ સંતોકી માનસ