સંબંધને બંને તરફથી એક ડગલું આગળ વધારે છે 'ચા';
તારી સાથે પણ મીઠો સંબંધ બાંધવા,હું ચા બનાવું.
ગણી બધી થાય છે ચર્ચા, આ ચા સાથે;
આપણે જોડી રાખે તેવી, હું ચા બનાવું.
તારા માટે બનતી તારી કંઇક ખાસ કડક ચા;
પણ સબંધમાં નરમાશ લાવે તેવી, હું ચા બનાવું.
થાય છે ક્યારેક ઈચ્છા મને પણ પ્રિય;
'સ્મિત' કરી અને તું કહે, આજે હું ચા બનાવું.
-BhAkTi SoNi