કદી સમય આપી બેસો સાથ,
માણી લેવાય એવી ચા બનાવું.
કદી થાક લઈ આવો પાસ,
મહેકાવી દે એવી ચા બનાવું.
કદી ઉદાસ મન લાવો પાસ,
હરખાવી દે એવી ચા બનાવું.
કદી ગભરાહટ કહો ખાસ,
હાંશ ભરવે એવી ચા બનાવું.
કદી કડવી વાત રાખો બહાર,
મીઠાશ હાર્દિ એવી ચા બનાવું.
- આચાર્ય જિજ્ઞાસુ ચૌહાણ