તાકાત રાખ ભાઈ👦
નમાલો બની શું બેઠો જગ જીતવાની તાકાત રાખ ભાઈ👦
ઠળિયો રાખી શું બેઠો ઝાડ ઉગાડવાની તાકાત રાખ ભાઈ👦
આ ખતરનાક દુનિયા છે સાહેબ તેના નિતિ નિયમો નહીં સમજાય ભાઈ👦
તું કેટલું ચાલીશ છેલ્લા શ્વાસ સુધી દોડવાની તાકાત રાખ ભાઈ👦
ભયભીત કોનાથી છો અંધકાર તો અહીં ચારેકોર છે ભાઈ👦
તું દીવો બની શું કરીશ દાવાનળ બનવાની તાકાત રાખ ભાઈ👦
રડવાના મોકા ઘણા આવશે ડગલેને પગલે ઠેસ આવશે ભાઈ👦
હિંમત કરી મુસીબતો સામે હસી ને પ્રહાર કરવાની તાકાત રાખ ભાઈ👦
સગાં નડશે મિત્રો પણ નડશે સમય આવશે ખરાબ ભાઈ👦
શત્રુઓ સામે લડી ને શું કરીશ ખુદથી લડવાની તાકાત રાખ ભાઈ👦
યાદ રાખ અહમ્ ઈષ્યૉ ભરમ લોભ લાલચ નજીક ન ભટકાય ભાઈ👦
સીધું માથું પહેલું કપાય થોડુંક નમવાની તાકાત રાખ ભાઈ👦
કેડીઓ હશે ઘણી અવળાં રસ્તાઓનો નહીં હોય પાર ભાઈ👦
તારા સકારાત્મક વિચારોથી એક જ પથ શોધવાની તાકાત રાખ ભાઈ👦
ઊંચો ઉડીશતો પાંખો કાપવાવાળા તૈયાર જ બેઠા છે ભાઈ👦
પગ જમીન પર ને હાથે આભ આંબવાની તાકાત રાખ ભાઈ👦
આ અવિરત પ્રવાહ ની અનંત દૌડ છે "રોનક પટેલ " હરીફ તો તારી આસપાસ છે ભાઈ👦
લક્ષ્ય🎯 તારી સામે જ છે એક જ શ્વાસે પહોંચવાની તાકાત રાખ ભાઈ👦