રૂખડ અઘોરી બની હું તને ચાહું,
હું ખાલી તને જ મારો માનું,
રાખી સંયમ શાંતિ હું તને પામું,
ક્ષણિક રાહ જોઇને તને ચાખું,
વિરહની ચિતામાં રાહ જોવું,
તને મળીને હું મને જ જાણું,
વિપત્તિ આવતા હું તને જ સમરું,
કાગળે કાઈ ચિતરું તો તને વિચારું,
વિશ્વાસ કરી બંધ આંખે વધામણાં કરું,
પ્રેમ કરી તને હું દુનિયા મને દેખાડું,
રૂપ બની તને એકલાને સજાવું,
પ્રેમની હૂંફ બની તને પંપાળુ,
ગુસ્સો કરી દુશ્મનને સળગાવું,
પ્રણય કરી હું તને સરમાવું,
મારું જીવવાનું કારણ તને બનવું,
બસ તારું સ્મરણ કરી જીવી જાણું.
✍🏻~દુશ્મન
-mayur rathod