રંગ ભરેલા મારા જીવનમાં ,
એક ઔર રંગ ભળી રહ્યો છે ,
મેઘધનુષના સાત રંગોમાં ,
આજે એક ઔર રંગ ભળી ગયો ,
રંગ ભર્યો છે પિચકારીમાં ,
અને હૈયું ભર્યું છે અપાર પ્રેમથી ,
પહેરી સાફો કેસરિયો ,
કેસુડાની કડીએ લહેરાય ફાગણિયો ,
હાથ પકડી તારો ઓ ' ઉર-વશી '
રમે હોળી ' અવનીશ ' આ ,
થોડા રંગ ભરો પિચકારીમાં , અને થોડા જીવનમાં
ભૂલો વેર-ઝેર અને રાગ-દ્વેષ ,
રંગ લગાવી એકબીજાને ,
ફરી નવી શરૂવાત કરીએ .
-Parthiv Patel