તમારો સાથ💖
તમારો સાથ એ મારી જિંદગી છે ,
તમારી છું , અને તમારી જ રહીશ ,
તમારો સાથ છે મારી સફળતા છે ,
હું જે કહી છું એ તમારા સાથ ના લીધે છું ,
તમે છો તો હું છું , તમારા સાથ થી હું પૂર્ણ થઈ છું ,
તમારા વગર મારું કઈ અસ્તિત્વ નથી ,
તમારી છું , અને તમારા પ્રેમ ની કદર પણ છે ,
તમારો સાથ એ મારા જીવનની ખુશી છે ,
તમારી છું , અને જીંદગીભર તમને સાથ આપીશ ,
તમારો સાથ એ મારો તમારા પર નો વિશ્વાસ છે ,
તમારી છું , અને તમારી મુસ્કાન બની ને રહીશ ,
તમારો સાથ એ મારા મનની લાગણી છે ,
તમારી છું અને તમારા દિલમાં જ રહીશ ,
ત્યાં હું મારા સિવાય કોઈને નહિ પોહચવા દવ આ પ્રોમિસ છે મારું ,
તમારો સાથ એ મારી જિંદગી છે ,
તમારી છું , અને તમારી સાથે જ જીવીશ ,
તમારો સાથ એ તમારા પ્રેમ ની નિશાની છે ,
અને મારો સાથ એ તમને આગળ વધવાની પ્રેરણા છે ,
તમારો સાથ છે તો હું દુનિયા ની ખુશ કિસ્મત સ્ત્રી છું ,
ભગવાન તમારો ને મારો સાથ આવી જ રીતે રાખે જ્યાં સુધી મારા અને તમારા શ્વાસ ચાલે છે ત્યાં સુધી
તમારા સાથના લીધે જ હું બધી ,
મુશ્કેલી ની સામનો કરી શકું છું ,
તમારો સાથ મારે જોઈએ છે ,
મારા છેલ્લા શ્વાસ સુધી આવીજ રીતે .
✍પૂજા ગૌરાંગ બોધરા 💖