થનગનાટ થઈ રહ્યો,
દિલ માં મ્હારે,
કે કોરા કાગળ શુ દિલ,
પ્રેમની શાહીથી ઘુંટાયું!
કોણ જાણે ઉલજણ,
શેને સમાણી અહીં?
નજર ના લાગી જાય મ્હારી જ,
કે પ્રેમની અભિવ્યક્તિથી!
ક્યાં ખબર હતી,
પ્રેમ શું છે?
એકરાર શું છે?
ઈઝહાર શું છે?
બધાથી અજાણ હું,
આજે પીએચડીના મંડાણ માંડ્યા!
એક્કો ઘુંટાયો કોરી પાટીમાં,
ને રંગીન થઈ થયું દિલ!
ક્લાસ ચાલુ કર્યા પ્રેમના,
ને ખુશીના સરનામાં મળ્યા!
- સેતુ