રૂગ્ણ ધડકન હોય હ્રદયે આંખ શું કરે,
અશ્રુઓ ધૂળમાં મળે ત્યાં સાખ શું કરે;
ત્યાં તુટી ગઈ જો,તમન્ના પણ ખરેખરી,
પ્રેમ પંખીડા તુટે , જો પાંખ શું કરે;
વાદળો વિરહી, પછી ઘેરાય નભ મહીં
વિરહમાં જો આંસુ, વ્હેતા લાખ શું કરે;
ખાક થઈ ,આખર જવાનું છે હવે પછી,
ઊડતી હો જ્યાં , સ્મશાને રાખ શું કરે.
ક્યાંક આનંદમય જીવન હોય છે વ્યતિત,
ઈચ્છા ઘોડી વગર , ત્યાં જો કાખ શું કરે;
-મોહનભાઈ આનંદ