મનને ચારો તરફ જો , ભગાવી શું કરવું,
સંયમની મન ચાબૂક ને, લગાવી શું કરવું.
આદત છે બહિર્મુખ ,વિલસતુ રહેતું મન,
ઈચ્છા તૃષ્ણા ઓ ને જો દબાવી શું કરવું.
ગુપ્ત જ કોઈ વાતો હો ,ને જણાવી દઈએ,
ફોગટ કૂતુહલ વૃત્તિ,અહીં જગાવી શું કરવું..
રંગ ને રાખી,મેઘ ઘનૂષી, ખીલે સંધ્યા ટાણે,
જીવન માં પરસ્પર પ્રેમ નાં, જતાવી શું કરવું.
આનંદ જો પ્રાકૃતિક , ગુણો પ્રમાણે સઘળું,
એકલા ખૂદ હોંશે હોંશે જ ગણાવી શું કરવું.
-મોહનભાઈ આનંદ