Gujarati Quote in Funny by Nilay

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

😝😜😛😂😂😂😂
એક ગુજરાતીને *અમેરિકામાં*
*સુપરમોલ* માં નોકરી મળી.

પહેલા દિવસના અંતે માલિકે પુછ્યુ કે
*કેટલા ઘરાકને માલ વેચ્યો?*
ગુજરાતી :
*એક*

*માલિક* :
લોકો 15-20 ગ્રાહકને માલ વેચે છે.
તારું પર્ફોર્મન્સ તો બહુ નબળું છે.
સારું ચાલ એ કહે,
માલ કેટલો વેચ્યો તેને?

*ગુજરાતી* :
દોઢ લાખનો

માલિક બેભાન થતા થતા બચ્યો.
પછી માંડ માંડ કંટ્રોલ કરીને બોલ્યો:
એવું શું વેચ્યું તે?

*ગુજરાતી* :
એ માણસને માછલી
પકડવાની ગલ આપી.
ગલ માટે એક મજબુત
સળીયો આપ્યો,
માછલા આકર્ષવા ખોરાકના
મોંઘા પેકેટ આપ્યા.
વધારે માછલાં પકડવા જગ્યા
બતાવી અને ત્યાં પાણી ખુબ
ઊંડું અને જોખમી હોવાથી
2 એન્જિનવાળી સ્પીડ બોટ આપી,
ત્યાં વધુ રોકાણ માટે મોંઘો ટેન્ટ આપ્યો.
સાથે સાથે ફુડ પેકેટ્સનાં
15-20 પાર્સલ અને
બિયરની 10 બોટલ આપી.
બસ આમ કુલ દોઢ લાખનો માલ વેચ્યો.

માલિકની આંખમાં ઝળઝળીયાં
આવી ગયાં અને કહ્યું:
કમાલ છે દોસ્ત,
માંછલીનાં ગલ લેવા આવનારને
તે આટલું બધું પકડાવી દીધું?

ગુજરાતી:
ના ના એ તો
*માથાના દુખાવાની ગોળી*
લેવા આવ્યો હતો,
મેં એના મગજમાં ઠસાવી દીધું કે
માથાના દુખાવાના કાયમી ઉપાય
માટે માછલી પકડવાનો શોખ રાખો.
પછી તેને આ બધી વસ્તુઓ વેચી છે.

*માલિક* :
હવે કાલથી મારી જગ્યાએ
તું જ બેસજે દોસ્ત,
પણ મને કહે,
*તું ભારતમાં શું વેચતો હતો* ?

ગુજરાતી:
બસ, *મોદી સાથે ફરતો હતો...!*

😁😁😁😀😀😁

Gujarati Funny by Nilay : 111681390
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now