શું છે આ?
જિંદગીની વક્રોક્તિ કે પછી મનુષ્યનો વિરોધાભાસી સ્વભાવ?
જીવતા હતા જે એ બળ્યા ખૂબ અંદરોઅંદર પોતાની મૂંઝવણથી,
અને પછી બાળીને લાશ તેની ગોઠવીએ બેસણાં,
હતા ક્યાં આ દરેક જે મનથી બળનાર ને શોધી ન શક્યા,
અને પછી હવે જાણ થઈ તેના મોતની,
તો આવ્યા સહુ ખરખરો કરવા,
જીવતા જેની સાથે બેસી ન શકતા આપી બહાનું વ્યસ્તતાનુ,
તો પછી તસવીર સામે બેસવા મળે છે ફુરસદ ક્યાંથી,
અને આપઘાત પાછળનું એક કારણ રહ્યું હશે અસહ્ય એકલતા,
તેમને કોઈ સાંભળી કે સમજી ન શક્યું,
એણે અંતિમ પ્રયાસ કરી જોયો લોકોને સમજાવવાનો એક આપઘાત ચિઠ્ઠી લખીને!
મૈત્રી બારભૈયા