Gujarati Quote in Poem by SHAMIM MERCHANT

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પૈસો

પૈસો: ખનકતા સિક્કા અને ચંદ કાગળ ના ટુકડા,
પણ આખી દુનિયામાં કરાવે કેવા કેવા લફડા!

બધા એના ગુલામ અને એ સૌનો રાજા,
પાસે હોય, તો કરે બધા મોજ મજા.

ખીચા ભરેલા હોય, તો સૌ કરે બાપા બેટા,
પછી ભલે હોય આપણાથી નાના કે મોટા.

ખરાબ ન લગાડો, આ છે દસ્તુરે દુનિયા,
કે ભૈયા… સબસે બળા રૂપિયા!

આને પૈસાની હવસ કહું કે કહું પૈસાની ભૂખ,
સદૈય ઓછું લાગે, ક્યારે ન આપે પૂરું સુખ.

જેની પાસે નથી, એને તો જોઈએ જ છે,
પણ જેની પાસે છે, એને વધુ જોઈએ છે.

પૈસો જરૂરત પૂરતો, માપમાં સારો લાગે,
એ માણસ, તું શા માટે એની પાછળ ભાગે?

વધુ હોય તો દાન ધર્મ કર, પુણ્ય કમાં,
છેવટે, સાથે તો એ જ આવશે કબરમાં.

શમીમ મર્ચન્ટ, મુંબઈ

https://shamimscorner.wordpress.com/2021/03/24/%e0%aa%aa%e0%ab%88%e0%aa%b8%e0%ab%8b/

Gujarati Poem by SHAMIM MERCHANT : 111681180
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now