પાંજરે પૂરાયો છું હું તારા પ્રેમના.
તો બતાવને તું છે કોના વહેમમાં?
કેમ કરીને કરૂં તને આ દિલથી દૂર,
તું તો વસી ગઈ છો મારા દેહમાં.
ન આનો થયો કે ના હું એનો થયો,
જ્યારથી ડુબ્યો છું તારા સ્નેહમાં.
હતો હું ક્યારેક પ્રેમ અને ગુસ્સામાં,
તો, હવે કેમ ના રહ્યો તારી રહેમમાં?
કર્યો ખૂબ પ્રયાસ મેં જગાડવા પ્રેમ,
પણ, ન જાગ્યો એ દિલ બેરહમમાં.
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO (GEB)