બારી માં થી આકાશ ને
જોયા જ કરું છું અપલક નયને
એની વિશાળતા મને સદાય આકર્ષે
સૂર્યાસ્ત વખતે એના કુદરતી રંગો ની
રંગોળી નિહાળવાની પણ એક મઝા છે
પ્રકૃતિ માં વિવિધતા માં પણ ઐક્ય છે
મને અહીં નું આકાશ પણ સંપૂર્ણ
મુંબઈ જેવું જ પોતાનું લાગે છે
પણ પૂર્વ ને પશ્ચિમ ની દુનિયા ની
બે દિશા માં જીવન વહેંચાઈ ગયું છે
બંને મારા પોતાના છે કોઈ
એક ની પસંદગી કરી શકતી નથી
જિંદગી તો બંને માં જીવી જાણું
ફક્ત મૃત્યુ ને કોઈ એક માં
વિભાજીત કરી શકતી નથી - હર્ષા ત્રિવેદી
Scribble some random thoughts