અજીબ છે લાગણીનો આ નાતો !
જેમ જેમ એ હસીને વર્તતો જાય છે
હૈયામાં એની ઝંખનાની
અસહ્ય પીડ ઊઠતી જાય છે
કદીક એનું સકારણ મૌન
અકારણ અણકથી વેદના બની જાય છે
ક્યારેક ઘેરી વળે છે મને
અજાણ્યો પણ ખરો ભાસતો
ડર...
ક્યાંક એ મને
ભૂલી તો નહીં જાય !
ક્યાંક કો' અન્ય...
વિના આપ્યે મળી જતો આ અધિકાર
શક્ય છે કદીક
મારા કરતા
એને વધુ નડે...!
--નિર્મોહી