રમેશભાઈ સવારનાં પહોરમાં છાપું વાંચતા હતાં. એમાં એમનું ધ્યાન પડ્યું, જાહેરાત પર. જાહેરાતમાં કૂતરાનો ફોટો છાપ્યો હતો. સાથે વિગત લખી હતી. નામ - ટોમી. ૨ દિવસથી ખોવાઈ ગયેલ છે. પત્તો આપનારને અમુક રાશિ આપવામાં આવશે. જાહેરાતમાં આપેલ નંબર પર રમેશભાઈએ ફોન કર્યો. સામેથી હેલ્લો કહ્યું. કૂતરું અહીં ઘરડાઘરમાં છે. તમારા મમ્મી સાથે... હા અમે લોકો કૂતરું લઈ જઈએ છીએ.............
Spark
- યશ સોમૈયા ✍️
આવાઝ