વર્ષો સુધી ભીંતે લટકાવેલ
તલવાર પણ કટાઈ જાય છે
ખબર હતી એ સત્ય
પણ અમે અમારી જીભ
ને ઓળખતા હતા
એ ક્યાં ખંજર થી
કોઈ કમ હતી ???
ગુસ્સો ધરબી ને બેઠા હતા
એમ જ કે તને હાથ માં
ફરી ક્યારેય પકડવી નથી
પણ તું પણ ક્યાં જીદ
મૂકે એવી છે ?
અમારી સામે તે ટક્કર લીધી
વર્ષો નો સમય વીતી ગયો
આખરે તું જીતી ગયી
અમે પ્રેમ થી તારી સામે જોયું
આંખો માં અશ્રુ આવી ગયા
ને અમે હાથ માં તને નજાકત
થી પકડી , ચૂમી ને
હા ,લખવા કલમ તને હાથ માં લીધી ...હર્ષા ત્રિવેદી