રાખ હિંમત તું અસ્તિત્વ ટકાવવા તારે લડવું પડશે,
તારે નારી નહિ પરંતુ નારાયણી બનવું પડશે,
તારે તારા હકની જીદ માટે અહીં લડવું પડશે,
તારે નારી નહિ પરંતુ વિરાંગના બનવું પડશે,
સૌને એકમેક બાંધી રાખવા તારે તપવું પડશે,
તારે નારી નહિ પરંતુ રણચંડી બનવું પડશે,
તુજ શક્તિથી તારે દુનિયા સામે લડવું પડશે,
તારે નારી નહિ પરંતુ નવદુર્ગા બનવું પડશે,
શ્રેષ્ઠનું સર્જન કરવા તારે તારું જ વિસર્જન કરવું પડશે,
તારે નારી નહિ પરંતુ આદ્યશક્તિ બનવું પડશે,
રાખી વિશ્વાસ તારા પર તારે જગવિખ્યાત કરવું પડશે,
તારે નારી નહિ પરંતુ સ્વાભિમાની બનવું પડશે.
✍🏻~દુશ્મન