ચૈતન્યને એક દિવસ એની મમ્મી સાથે સ્કુટી પર જતો હોય છે ત્યારે તેને એક ગાડી દેખાય છે અને તે એની મમ્મીને કહે છે કે જો મમ્મી પેલી ભગવાન ની ગાડી ચેતન્ય ની મમ્મી વિચારમાં પડી જાય છે કે સ્મશાનયાત્રામાં આવતી આ ગાડીને ચૈતન્ય કેમ ભગવાન ની ગાડી કહે છે હજુ તો માંડ ત્રણ વર્ષનો થયો હશે ચૈતન્ય પણ તેની વાતો ખૂબ જ રસપ્રદ હતી આ વખતે તો તેની મમ્મીએ જ તેને સામે પ્રશ્ન કર્યો કે કે બેટા એ ભગવાન ની ગાડી છે એવું તને કોણે કહ્યું અને ત્યારે ચૈતન્ય જવાબ આપ્યો કે જો મમ્મી ભગવાનની ઘરે જ્યારે જવું હોય તો ભગવાન ની ગાડી આપણને લેવા આવે છે મને એવું લાગ્યું એટલા માટે હું તને કહું છું કે ભગવાન ની ગાડી છે કારણ કે ભગવાનનું ઘર ખૂબ જ દૂર છે માટે એમની ગાડી પણ ખૂબ જ સ્પેશિયલ હોય છે મમ્મી... મમ્મી તને એટલી પણ ખબર નથી આવો સરસ નો જવાબ સાંભળીને ચૈતન્યની મમ્મી તો દંગ જ રહી ગઈ કે સાચે ભગવાન ની ગાડી...