Gujarati Quote in Poem by Ila Sheth

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે કવિ દિવસે મારી મનગમતી કવિતા " રાણા નુ પ્રણય ગીત, સૌમ્ય જોશી લેખિત "
આપ સહુને ગમશે 😊

મારી પટરાણી ના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈ ને ઉપસી આવ્યા કહાન, તમે શા માટે ?
મેં તો મારી બંધ આંખમાં મીરાં નામે અજવાળાને મ્યાન કર્યું તું.
એને સોળ કળાએ શણગારીને રાજમહેલ અજવાળે એ ફરમાન કર્યું તું. ચાલો મીરાં લગ પહોચાશે. મેવાડી ધરતીની ઉપર જીવસટોસટ રમતાં પેલી મશક જોઇને થાતું, ચાલો મીરાં લગ પહોચાશે . રાજમહેલની સોડમ થઈને પથરાયેલા રાજરાણીના ભરત ભરેલા પાલવ લગ પહોચાશે.
મીરાં લગ પહોચેલા મારા મેવાડી રસ્તાઓ આજે વળાંક લઈને સૂંઘે છે વેરાન, હવે શા માટે?
મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા ક્હાન, તમે શા માટે ?
એક વાર બસ મીરાં મારી રાહ જોઈને રાજમહેલનાં કમાડ
આડે ઊભી રહી'તી.
ને પરદેશથી આરસની એક નંદકુંવરની મૂરત મુજને
લા'વાનું કહી ગઈ'તી.
મારી અંદર બળતા સૂનકારનાં કમાડ આડે મૂરત થઈને યુગો
યુગોથી હું જ ઊભો છું.

મારા શમણાંઓની હાંફ વેરતી સાંઢણીઓ પર સવાર થઈને
યુગો યુગોથી હું જ ઊભો છું.

ને યુગો યુગોથી મીરાં તારા સ્વર્ણનગરમાં એકલવાયી ભટકે
ભૂલી ભાન હજુ શા માટે ?

મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કહાન, તમે શા માટે?

કહાન તું એને કહેજે મારા રુદિયા પરના શિલાલેખના ભૂંસાયેલા અક્ષર એની રાહ જુએ છે.

ને મારી માફક કાલિંદીના કાંઠે પેલી રાધા નામે એક અજાણી,
માધવ, તારી રાહ જુએ છે.

હવે ફરીથી ગોકુળ જઈ એ ગોવાલણની મટકી ફોડે, તો કહાન તને હું
રાજપાટનો અડધો હિસ્સો આપું.

એની તરસ ભીંજાણી આંખોમાં આ રાણાજીનો કિસ્સો ખોળે, તો કહાન તને હું રાજપાટનો અડધો હિસ્સો આપું.

મારી આશાઓની ફૂટેલી મટકીની ઉપર એક જોગણી રાજપાટને ઠોકર
મારી ધરી રહી છે ધ્યાન હજુ શા માટે?

મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને
ઉપસી આવ્યા જ્હાન, તમે શા માટે?

Gujarati Poem by Ila Sheth : 111679908
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now