દિલ છે દાદ માગતું, મન હિસાબ માગતું,
અશ્રુઓ ઢળીને, ધૂળમાં,જવાબ માગતું;
વાદ શું વદે ત્યાં , અજ્ઞાન માં વિવાદ થી,
વાક્ ચેતના મહીં, ,કોઈ રકાબ માગતું;
હોશિયાર થઇ હસી , મન ત્યાં મોકળું કરે,
છળ પછી જ સત્યનો ત્યાં નકાબ માગતું;
હોશ માં તું છે જ ક્યાં, કેફિયતમાં જીંદગી,
ચિત્રગુપ્ત કર્મની ત્યાં ,જો કિતાબ માગતું;
પ્રશ્ન કેમ હોય છે , કારણો ને જાણ તું
નિત્ય હોય જીવ જો, એ રૂઆબ માગતું;
-મોહનભાઈ આનંદ