દાસી જીવણ ની વાણી
✍️🪴🪴🪴🪴✍️
એ જી ગુરુજી જેનો હંસલો ગંગાજી માં નાય રે ગુરુજી મારા ભુલ્યા નર ભ્રાંતુમા ભટકાવે રે જી, ટેક,
એ જી એવા પોતાના મંદિરીયા ની પ્રતિત નથી પાળતો રે જી,
પારકે મંદિરીયે પુજવા જાવે રે, એવા મંદિરીયે થી પાછો પડે પછી સીધો ચોરાસી માં જાય રે, ભુલ્યા નર,
એ જી સોમની પેઠે મૂર્ખે માયા ભેળી કીધી રે જી નવ ખર્ચે નવ ખાય રે જમડા આવશે જ્યારે જીવને લેવા ત્યારે જીવ ની શી ગતિ થાય રે ભુલ્યા નર,
એ જી એવા શુરા ને સાધુ સન્મુખ લડે ને કાયર કંપે દીલડા માય રે,
કાયર નર ને ઘણું સમજાવુ તોયે ગાફીલ ગોથાં ખાય રે, ભુલ્યા નર,
એ જી એવા મુજ અબળા ને મોલે આવો મારા નાથજી રે
દાસી રે તમારા ગુણલા ગાય રે,
દાસી રે જીવણ સંતો ભીમ કેરે ચરણે એતો મીઠા મીઠા પ્રેમ રસ પાઇ રે, ભુલ્યા નર ભ્રાંતુમા ભટકાવે રે જી,
👏સંતોના ચરણોમાં વંદન👏