*પ્યાલો મને પાયો રે સદગુરુએ*
✍🏻 *લખીરામ*
🥥🥥🥥🥥🥥🥥🥥
પ્યાલો મને પાયો રે સદગુરુએ મારે કરુણા કરી
આ દેહમાં દરસાયો રે સરોસર આપે હરિ...
પહેલો પ્યાલો લખીરામનો જુગતે પાયો જોઈ
કૂંચી બતાવી આ દેહ તણી વ્હાલે કળા બતાવી કોઈ
ત્રિકુટી તાળા ખોલ્યાં રે ત્યારે સનમુખ દેખયા સોઈ
અને નગર બધું નિહાળ્યું રે જોયું મેં તો જરીએ જરી...
બીજે પ્યાલે બુદ્ધિ વાપરી ત્યારે બેઠી સંતની છાંય
વેળારૂપ વિનંતી સુની આવ્યા ઝટ ત્યાઇ
આ દેહમાં દર્શાયા વ્હાલે સન્મુખ સાચાં સાંઈ
તેની લગની મને લાગી રે જોયું મેતો ધ્યાન ધરી...
ત્રીજે પ્યાલે ત્રણ ગુણ પ્રગટયા થયો પાંચ તત્વ પ્રકાશ
શૂન્યમંડળમાં મારો શ્યામ બિરાજે અલખ પુરુષ અવિનાશ
નવે ખંડ મા મારો નાથજી દેખું મારે રવિ ઉગ્યાની આશ
એવી અગમ નિગમની ખબરુ રે ગુરુએ મારે આપી ખરી...
ચોથે પ્યાલે સાન કારી મારો હરીથી ઝલાવ્યો હાથ
એકવીસ બ્રહ્માંડની ઉપરે રે મારા ગુરુએ બતાવી વાટ
એ વાટ ના નિશ્ચય થયા ત્યારે ત્રુઠયા ત્રિભુવન નાથ
એવી તો મારી ઉપરે રે કેશવરાયે કરુણા કરી...
પાંચમો પ્યાલો પૂરણ થયો ત્યારે ભેટયા ભુદરરાય
હૃદયે રવિ વખાણતા જોતા રજની થાય
એવા સમાધિના સરવડા રે ઝરમર ઝરમર નૂર તો ઝરે...
છઠ્ઠે પ્યાલે શ્રી સદગુરુ મળયા અને પૂરણ પામી ધામ
ઘણા દિવસથી ઢૂંઢતી'તી તે ગુરુએ બતાવ્યું ગામ
ગુરુના પ્રતાપે લખીરામજીએ વ્હાલાનો જોયો વિશ્રામ
હવે ગુરુ ચરણમાં રાખો રે થાક્યો હું ફેરા ઘણા તો ફરી...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻