પ્રાણવાયુમાં તું ભળશે,
શ્વાસની આવરદા વધશે.
દાવ પર મૂકશે ખુમારી
જે કોઈને પ્રેમ કરશે
આંખથી જે ના વહેને
એ ડૂમા દિલને જ નડશે
ભૂલને ભૂલી ન જા તું
સાચો શિક્ષક એ જ બનશે
સ્મિત મત્લામાં લખાયું
આંસુ મકતામાં નીતરશે
સ્મરણો પણ નહિ હોય, જયારે
જિંદગીની સાંજ ઢળશે
અંજના ભાવસાર 'અંજુ'