તારી આંખોમાં
ખોવાઈ જવાની
એ આનંદ માણવા
ફરી તારી મુલાકાત માગું છું
કલાકોના કલાકો સાથે બેસી
મૂંગા બની એકબીજાને
નિહાળવાની મળતી ખુશી
ફરી એ ખુશીની મુલાકાત માગું છું
મીઠો ઝઘડો થતાં
તારું પ્રેમભર્યું મળતું આલિંગન થી
માનતું મારું મન
ફરી મીઠાં ઝઘડાની મુલાકાત માગું છું
થોડો સમય, બસ બે ઘડી
રોકાવાની એ મારી જીદ્દ
ફરી એ જીદ્દની મુલાકાત માગું છું
તારો સાથ મને
મારા સ્વર્ગની
મુસાફરી કરાવનાર
ફરી એ સ્વર્ગની મુલાકાત માગું છું
-Vaishali Rathod