Gujarati Quote in Poem by Rajeshwari Deladia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું અને દરિયો,
બંને એક સરખા,
બંને માં ગહેરાઈ અને એ,
ગહેરાઈમાં છુપાયા છે,
ઘણા બધા રહસ્યો...

આ પૂર્ણ ખીલેલા,
ચંદ્ર ની ચાંદની જોઈ,
આવે બંને માં ભરતી,
બંને ના હૃદય માં,
મચે ઘૂઘવાટ,
છતાંય બંને છે તરસ્યા....

એક મીઠી સરિતા,
પોતાના માં સમાઈ જાય,
એવી આશ કાયમ છે,
અને એવી તરસ,
હજી "રાજલ"
બંને ને છે.....

જિંદગી વીતી રહી,
આમ ને આમ,
ક્યાં સુધી
તરસ્યા રહીશું?
હું ને દરિયો....

રાજેશ્વરી

Gujarati Poem by Rajeshwari Deladia : 111678254
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now